આ એક એવો વિચિત્ર પથ્થર છે, જેને તોડતા જ નીકળવા માંડે છે ખૂન …જુવો ફોટોસ

દોસ્તો, તમે જો ધ્યાન આપ્યું હોય તો જ્યારે કોઈ પથ્થર ને જોર થી દીવાલ પર ફેંકવામાં આવે તો તે બે ભાગ માં તુટી જતા હોય છે. જેમાં વધારે કશું જ નથી હોતું, પણ તમે આ જાણી ને હેરાન જરૂર થાશો કે ચીલી અને પેરુ સમુદ્રી તળમાં એક એવો પથ્થર મળ્યો છે કે, જે પડ્યા પછી બે ભાગમાં તુટી તો જાય જ છે પણ, સાથે તેમાંથી લોહી પણ નીકળે છે. આપણને બધાને હંમેશા થી એ જ જણાવામાં આવ્યું છે કે પથ્થર નિર્જીવ હોય છે, પણ તમે આ અદ્દભુત પથ્થર વિશે જાણી હેરાન જરૂર થઈ જશો.

ચીલી અને પેરુ નાં સમુદ્રી કિનારાઓ અને અંદર નાં ભાગમાં આવા પથ્થરો મળી આવે છે. આ પથ્થરો ને જોઇને અનુમાંન પણ ના લગાવી શકીએ કે આ પથ્થર નથી પણ એક સમુદ્રી જીવ છે. આ જીવને Pyura Chilensis નાં નામથી ઓળખવામાં આવે છે. જે શ્વાસ પણ લે છે અને ખોરાક પણ લે છે. સાથે જ પોતાનું લિંગ બદલવાની ક્ષમતા ધરાવતા હોવાને લીધે નવા જીવને જન્મ પણ આપે છે.


Pyura Chilensis માં Clear Blood અને Vanadium ની મોટી માત્રા મળી આવેલી છે. Vanadium એક દુર્લભ અને રહસ્યમય તત્વ છે. આ જીવમાં મળી આવતું આ Vanadium, બાકીના સમુદ્રી જીવોની તુલનામાં એક કરોડથી પણ વધારે છે.

જો કે આ કઈ રીતથી Vanadium ની આટલી મોટી સંખ્યા એકત્રિત કરે છે અને તેનું કયું અંગ તેમાં તેમની મદદ કરે છે, તેની પણ હજી સુધી જાણ થઈ શકી નથી.
કેમ કે Pyura Chilensis પોતાના સાથી ની શોધમાં ચારે બાજુ જઈ નથી શકતા, માટે તેઓ ઉભયલિંગી હોય છે. જ્યારે તેઓ જન્મે છે, ત્યારે તેઓ દરેક નર નાં રૂપમાં હોય છે, અને ધીરે ધીરે તેમાં માદાના અંગો પણ વિકસિત થાવા લાગે છે. આજ કારણથી પ્રજનન માટે તેઓ જરૂરી સ્પર્મ(શુક્રાણુ) અને એગ્સ એક સાથે જ રીલીઝ કરે છે, જે એક બીજામાં મળીને નવા જીવનું નિર્માણ કરે છે. વાસ્તવમાં તેના શુંક્ષ્મ જીવો ચટ્ટાનો પર ચિપકેલા હોય છે, જે ધીમે ધીમે મોટા કદનાં બની જાય છે.
તમને જણાવી દઈયે કે આ જીવના માંસ ને લોકો ખુબ આનંદ થી ખાય છે કેમ કે તેનું માંસ ખુબજ સ્વાદીસ્ટ હોય છે.

તેનું માંસ માર્કેટમાં ખુબજ મોંઘા ભાવે મળે છે.આ જીવ ઉપરથી પથ્થર જેવું સખત અને અંદરથી એકદમ નરમ હોય છે. તેના માંસ ને બહાર કાઢવા માટે ધારદાર ચપ્પુ ની જરૂર પડતી હોય છે.

લોકો આ જીવના માંસને કાચું ખાવાનું વધુ માત્રામાં પસંદ કરે છે. આજ કાલ આ જીવ નાં માંસની ખુબજ મોટા પાયે ડીમાંડ છે. માટે લોકો પથ્થર રૂપી આ જીવની શોધ ખોળ સમુદ્રના ઊંડાણ સુધી જઈને કરી રહ્યા છે.

Leave a comment