આ છે વિશ્વની સૌથી વધુ ડરામણી ફિલ્મ્સ, એકલા જોવાનું ના લેતા જોખમ

khatarnakh film

‘દંગલ’ અને ‘બાહુબલી’એ અનેક રેકોર્ડ્સ બનાવ્યા અને તોડ્યા છે. પરંતુ હાલ હોલિવૂડની હોરર ફિલ્મ ‘ઈટ’ આ બન્ને ફિલ્મને ટક્કર આપી રહી છે. ‘દંગલ’એ અત્યાર સુધીમાં 2,000 કરોડ રૂપિયા જ્યારે ‘બાહુબલી’એ 1,700 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજી તરફ 8 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી ‘ઈટ’ માત્ર 3 દિવસમાં જ વર્લ્ડ વાઈડ લગભગ 791 કરોડ કમાઈ ચૂકી છે.

બજેટ કરતા કરી અનેક ગણી કમાણી કરી છે.

રાઈટર સ્ટીફન કિંગની હોરર નોવેલ પર આધારિત આ ફિલ્મનું બજેટ લગભગ 224 કરોડ રૂપિયા છે. ફિલમે અત્યાર સુધીમાં બજેટ કરતા અનેક ગણી કમાણી કરી લીધી છે. એન્ડી મુશિએતીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની ગતિ જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આગામી દિવસોમાં અનેક ફિલ્મ્સના તો રેકોર્ડ ધ્વસ્ત કરશે જ સાથે સાથે એવોર્ડ્સમાં પણ મેદાન મારશે. વિશ્વમાં કુલ બની રહેલી ફિલ્મ્સમાંથી 20 ટકા ફિલ્મ્સ હોરર હોય છે. આ જોનરની ફિલ્મ્સ જોનારો એક મોટો વર્ગ છે. પરંતુ ક્રિટિક્સ તેને પસંદ કરતા નથી. આ પેકેજમાં અમે તમને એવોર્ડ્સ જીતીને ક્રિટિક્સને પણ ચૂપ કરી દેનારી હોરર ફિલ્મ્સ અંગે જણાવી રહ્યા છીએ.

1. ધ એક્જોરસિસ્ટ

1. aa chhe vishv
વર્ષ 1974માં આવેલી ‘ધ એક્જોરસિસ્ટ’ ઓસ્કર નોમિનેશન મેળવનારી પહેલી અમેરિકન ફિલ્મ હતી. આ ફિલ્મિની સ્ટોરીમાં એક છોકરી પર પડેલા પ્રેત સાયા સામે કેવી રીતે પાદરી લડે છે, તેને બેહદ ડરામણી રીતે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી પર જ રામ ગોપાલ વર્માએ ‘ભૂત’ બનાવી હતી.

ડાબેથી ‘ઈટ’ અને ‘ધ એક્જોરસિસ્ટ’નું પોસ્ટર

2. ધ રિંગ

The ring

વર્ષ 2002 આવેલી ફિલ્મ ‘ધ રિંગ’ અમેરિકન ફિલ્મ છે. જે આ નામથી જ બનેલી એક જાપાનીઝ ફિલ્મ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી એક ટેપ પર આધારિત છે, જેને જોયા બાદ 7 દિવસમાં જોનારનું મોત થાય છે. આ ફિલ્મને દેશ-વિદેશમાં અનેક એવોર્ડ્સ મળ્યા છે. આ ફિલ્મ સાથે સામ્યતાઓ ધરાવતી અનેક ફિલ્મ્સ વિવિધ દેશોમાં બની છે. ફિલ્મને દેશ-વિદેશમાં અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

3. કન્જ્યુરિંગ

Conjuring

કન્જ્યુરિંગને કોઈ ઓસ્કર એવોર્ડ તો મળ્યો નથી. પરંતુ રીલિઝ થતા જ ફિલ્મને ક્રિટિક્સે અમેરિકાની સૌથી ડરામણી ફિલ્મ્સ જાહેર કરી હતી. આ ફિલ્મમાં ભૂતપ્રેતને પકડતા એક કપલની સ્ટોરી છે. આ દરમિયાન તેઓ શાપિત પ્રોપર્ટી પર રહેવા આવેલા એક ફેમિલીને મળે છે. એક વિનંતિ છે કે, જો તમે નબળા હ્રદયના હોય તો આ ફિલ્મ એકલા ના જોતા.

4. ઈવિલ ડેડ

The%2BEvil%2BDead

વર્ષ 1981માં ‘ઈવિલ ડેડ’ સીરીઝની પહેલી ફિલ્મ આવી હતી. આ સીરીઝની સૌથી લેટેસ્ટ ફિલ્મ ખૂબ જ ડરામણી છે. એક શેતાની બુક દ્વારા શેતાની આત્માઓ બીજી દુનિયામાંથી આ દુનિયામાં આવી જાય છે. તેને ગાઢ જંગલોમાં સંતાડી દેવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો બાદ મિત્રોનું એક ગ્રુપ ભુલથી તે બુકને ખોલી દે છે. વર્ષ 2013માં રીબૂટ કરવામાં આવેલી આ ફિલ્મે દેશ-વિદેશમાં અનેક એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

5. ડ્રેકુલા

5. aa chhe vishv

બ્રામ સ્ટોકરની બુક પર બનેલી ફિલ્મ ‘ડ્રેકુલા’ વર્ષ 1992માં રીલિઝ થઈ હતી. ‘ડ્રેકુલા’ પર બનેલી આ ફિલ્મ અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ્સમાંની એક છે. તેને કોસ્ચ્યુમ, મેકઅપ અને સાઉન્ડ માટે ત્રણ ઓસ્કર વિજેતા આ ફિલ્મમાં મેટ્રિક્સમાં જોવા મળેલો કીઆનૂ રિવ્સ પણ જોવા મળી રહ્યો હતો.

6. સ્લીપી હોલો

Sleepy%2BHollow

1999માં રીલિઝ થયેલી ‘સ્લીપી હોલો’ અમેરિકન હોરર ફિલ્મ છે. જેમાં એક ગામમાં એક માથા વિનાનો માણસ લોકોને મારી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા હોય છે. આ ફિલ્મમાં જ્હોની ડેપે પણ કામ કર્યું છે. આ ફિલ્મનું આર્ટ ડિરેક્શન ઓસ્કર એવોર્ડ વિનિંગ સાબિત થયું હતું.

7. સાયલેન્સ ઓફ ધ લેમ્બ્સ

Silence%2Bof%2Bthe%2BLambs

એન્થની હોપકિન્સની સર્વશ્રેષ્ઠ ફિલ્મ્સમાંની એક ‘સાયલેન્સ ઓફ ધ લેમ્બ્સ'(1991)માં એક સીરિયલ કિલરની સ્ટોરી છે. જે પોતાના શિકારને ખાય જાય છે. શ્રેષ્ઠ ફિલ્મ, નિર્દેશન, એક્ટર, એક્ટ્રેસ અને સ્ક્રીન પ્લેનો ઓસ્કર જીતનારી આ ફિલ્મ તમારા રુંવાડા ઉભા કરી શકે છે.

8. રોજમેરી બેબી

Rosemary%2BBaby

વર્ષ 1968માં નિર્દેશક રોમન પોલાન્સકીની ‘રોજમેરી બેબી’ એક એવી છોકરીની સ્ટોરી છે, જેના ગર્ભમાંથી શેતાનનો દિકરો જન્મ લે છે. આ ફિલ્મની સ્ટોરી હોલિવૂડમાં એકદમ નવી હતી અને તેને હાથો હાથ લેવામાં આવી હતી. આ ફિલ્મને એક ઓસ્કર અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો.

9. ભૂત

Bhut

રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ભૂત’ માટે ઉર્મિલા માતોંડકરને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને અમેરિકી ‘ધ એક્જોરસિસ્ટ’માંથી પ્રેરણા લઈ બનાવવામાં આવી હતી. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી ભૂતપ્રેત જોનર માટે એક માર્કેટ ખોલી દીધું હતું.

10. એનાબેલા

Annnabelle

જ્હોન અને મિયા પર દંપતી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે શેતાનના ઉપાસક છે. જો કે, પોલીસ જવાનો તેમને મારી નાખે તે પહેલાં, યુગલ જોન અને મિયાના જીવનને દયનીય બનાવવા માટે એક ઢીંગલીનો ઉપયોગ કરે છે.

Leave a comment