ગંગામાં લાખો અસ્થિઓ થાય છે વિસર્જિત, છતાં ગંગાજળ કેવી રીતે રહે છે સ્વચ્છ?

ganga min

ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થયો છે અને કેટલાક લોકો પોતાના મૃત સંબંધીઓના અસ્થિઓ કારતકી પૂનમે વિસર્જિત કરતા હોય છે. અસ્થિ વિસર્જન માટે ભારતમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. ગંગા નદીને દેવ નદી પણ કહેવાય છે. માન્યતા છે કે ગંગામાં સ્નાન કરનાર વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવાની પરંપરા છે. પણ શું તમે જાણો છો કે ગંગામાં વિસર્જિત અસંખ્ય અસ્થિઓ ક્યાં જાય છે, કઈ રીતે ગંગાજળ રહે છે પવિત્ર અને અસ્થિ વિસર્જન પાછળનું કારણ શું છે. અહીં અમે જણાવી રહ્યા છે વિસર્જન બાદ અસ્થિઓ ક્યાં જાય છે અને ગંગામાં અસ્થિ વિસર્જન પાછળ છુપાયેલું ખાસ કારણ.

1. ganga ma lakho

પૌરાણિક કથાઓ મુજબ ગંગા સ્વર્ગથી ધરતી ઉપર આવી હતી. ધાર્મિક માન્યતાઓ મુજબ ગંગા ભગવાન વિષ્ણુના ચરણોથી નીકળીને ભગવાન શિવની જટાઓમાં સમાઈ જાય છે ત્યારબાદ તે ધારાના રૂપમાં ધરતી ઉપર વહે છે.

ગંગાને પતિત પાવની કહેવામાં આવે છે કારણ કે ગંગામાં સ્નાન કરનાર મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગંગા નદીમાં મૃત વ્યક્તિની અસ્થિઓ વસર્જિત કરવાથી મૃત વ્યક્તિની આત્મા ભટકતી નથી અને તેને શાંતિ મળે છે, આ જ કારણથી દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તેના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે.

2. ganga ma lakho

કથાઓ મુજબ એક દિવસ ગંગા, ભગવાન વિષ્ણુને મળવા વૈકુંઠ ગયા અને તેમને કહ્યુ પ્રભુ મારા જળ સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય છે પણ આ પાપોનો ભાર હું કઈ રીતે ઊંચકીશ, મારામાં સમાયેલા પાપોનો નાશ હું કઈ રીતે કરીશ. ત્યારે શ્રીવિષ્ણુએ કહ્યુ જ્યારે સાધુ, સંત અને વૈષ્ણવ લોકો તમારા પવિત્ર જળમાં સ્નાન કરશે તો તમારામાં સમાયેલા પાપ નાશ પામશે.

ધાર્મિક માન્યતા છે કે ગંગામાં વિસર્જિત અસ્થિઓ વૈકુંઠ ધામમાં શ્રીવિષ્ણુના ચરણોમાં જાય છે, આ રીતે વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિનું મૃત્યુ ગંગાની નજીક થાય છે તેને મૃત્યુબાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

3. ganga ma lakho

શોધકર્તાઓ પણ હેરાન છે કે અસંખ્ય અસ્થિઓ ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે તો પણ ગંગાજળ પવિત્ર અને પાવન કઈ રીતે છે.

વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ગંગાજળમાં પારો એટલે કે મર્ક્યુરી મોજૂદ છે, જેના કારણે હાડકાઓમાં મોજૂદ કેલ્શિયમ ફોસ્ફોરસ પાણીમાં ઓગળી જાય છે. હાડકાઓની અંદર મોજૂદ ગંધક એટલે કે સલ્ફર, પારા સાથે મળીને પારદનું નિર્માણ કરે છે. હાડકાઓમાં બચેલું કેલ્શિયમ પાણીને સાફ કરવામાં મદદ કરે છે.

4. ganga ma lakho

ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પારદને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે ગંધકને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે જેનો અર્થ થયો કે ગંગા નદીમાં વિસર્જિત અસ્થિઓ શિવ અને શક્તિમાં સમાઈ જાય છે.

Leave a comment