ગાયત્રી મંત્રના જાપથી કયા લાભ થાય છે? જાણો, કેવી રીતે જાપ કરવો જોઈએ? દરેક વ્યક્તિએ વાંચવા જોઈએ

gayatri mantra

સૌથી ઝડપથી શુભ ફળ આપનારા મંત્રોમાંથી એક છે ગાયત્રી મંત્ર. આ મંત્રનો યોગ્ય પદ્ધતિથી જાપ કરવામાં આવે તો ધર્મ લાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. અહીં જાણો ગાયત્રી મંત્રના જાપ કરવાની સામાન્ય વિધિ અને તેનાથી પ્રાપ્ત થતા લાભ.

1. gayatri mantraગાયત્રી મંત્ર-


ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।


ગાયત્રી મંત્રનો સરળ અર્થઃ- સૃષ્ટિની રચના કરનાર, પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગ તરફ લઈ જવા માટે પ્રેરિત કરે.


ગાયત્રી મંત્રના જાપ કોઈ શાંત તથા પવિત્ર જગ્યાએ જ કરવા જોઈએ. તેની માટે સ્નાન વગેરે કર્મોથી પવિત્ર થઈને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ગાયત્રી માતાની મૂર્તિ કે ફોટાની સામે કુશના આસન ઉપર બેસો. માતાનું પૂજન કરો અને શાંત મનથી ગાયત્રી મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવો જોઈએ.


મંત્ર-જાપ કરવી વખતે ધ્યાન રાખો આ વાતો-


-આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ રહે છે. આ મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્રોમાંથી એક છે. તેના જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે. ગાયત્રી મંત્રના જાપનો પહેલો સમય છે પ્રાતઃકાળ- સૂર્યોદયના થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવો જોઈએ. જાપ સૂર્યદય પછી સુધી કરવો જોઈએ. મંત્ર જાપનો બીજો સમય છે બપોર- બરોરે પણ આ મંત્રનો જાપ કરી શકાય છે.


-ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડા સમય પહેલાં- સૂર્યાસ્ત પહેલા મંત્રજાપ શરૂ કરીને સૂર્યાસ્તના થોડી વાર સુધી જાપ કરવો જોઈએ. આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવા માગતા હોવ તો મૌન રહીને, માનસિક રીતે જાપ કરવો જોઈે. મંત્રજાપ વધુ ઊંચા અવાજમાં પણ કરવો જોઈએ.


ગાયત્રી મંત્ર નાં જાપ કરવાથી મળે છે આ લાભ

3. gayatri mantra

1. ઉત્સાહ અને સકારાત્મકતા વધે છે.
2. મનમાંથી બુરાઈઓ દુર થાય છે.
3. ધર્મ અને સેવાના કાર્યોમાં મન લાગે છે.
4. આશીર્વાદ આપવાની શક્તિ ચઢે છે.
5. પૃર્વાભાસ થાવા લાગે છે.
6. સ્વપ્ન સિદ્ધિ પર્પ્ત થાય છે.
7. ક્રોધ શાંત થાય છે.
8. જ્ઞાન ની વૃદ્ધી થાય છે.
9. ત્વચામાં ચમક આવે છે.

Leave a comment