ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પણ તમે હવે ગાડી ચલાવી શકશો, વધુ જાણવા વાંચો

166

ગાડી ચલાવતા સમયે તમારે ઘણા ડોકયુમેંટ સાથે રાખવા પડે છે, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડીના ડોક્યુમેંટ્સ, પીયૂસી, આરસી બૂક જેવા બીજા ઘણા ડોક્યુમેંટ્સ સાથે રાખવા પડે છે. આ બધા ડોકયુમેંટ સાથે ના હોય તો ગુનો બને છે અને દંડ પણ ભરવો પડે છે.

આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ સામાન્ય રીતે વોલેટમાં રાખતા હોઈએ છીએ અને ઘણીવાર એવું પણ બને કે ઘરે કે ઓફિસથી ઉતાવળમાં નીકળવામાં ક્યારેય આપણું વોલેટ ભુલાઈ ગયું હોય કે ડોક્યુમેંટ્સ ઘરે ભુલાઈ જાય તો મુસીબત થઈ પડે છે. રસ્તામાં ચાર રસ્તા પર કે અન્ય કોઈ જગ્યાએ ટ્રાફિક પોલિસ જ્યારે રોકે ત્યારે દંડ ભરવો પડે છે.

પણ જો હવે તમને એમ કહેવામા આવે કે તમારે આ કોઈ ડોકયુમેંટ સાથે રાખવાની જરૂર નથી તો? તમને વાંચીને કદાચ નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે, જેમાં જણાવેલ છે કે હવે પછી તમારે બાઇક કે કાર ચલાવતી સમયે કોઈપણ ડોકયુમેંટ સાથે રાખવાની જરૂર નથી.

Driving License 07

તો હવે તમને એ સવાલ થશે કે તો પછી શું કોઈપણ જાતના ડોક્યુમેંટ્સની જરૂર જ નથી? હાં, હવે ફિજિકલ ડોકયુમેંટની કોઈ જરૂર નથી પરંતુ જ્યારે ડ્યૂટિ પર રહેલ પોલિસ અધિકારી તમારી પાસે ડોકયુમેંટ માંગે ત્યારે તમે ડિજિટલ ડોકયુમેંટ બતાવી શકશો. આમ કરવાથી તમને કોઈપણ પ્રકારનો દંડ નહીં આપવો પડે અને કાગળના ડોકયુમેંટ સાથે નથી રાખવા પડે.

હવે તમારે ગાડીના ડોકયુમેંટ સાચવવાની મગજમારી માંથી છૂટકારો મળી જશે. હવે તમારે ડોકયુમેંટ ઘરે ભુલાઈ જવાનો કે ખોવાઈ જવાનો દર નહીં રહે. તમે તમારા ઓરિજનલ ડોકયુમેંટને હવે સાચવીને ઘરે મૂકી શકો છો, જેથી તમારા એ ડોકયુમેંટ ગુમ થવાનો કે ખોવાઈ જવાનો દર નહીં રહે.

ઘરે કદાચ વોલેટ ભૂલી ગયા તો પણ તમારે દંડ ભરવાનો ભય નહીં રહે. કારણ કે વ્યક્તિ બધુ જ ભૂલી શકે છે પરંતુ પોતાનો મોબાઇલ નથી ભૂલતો એટલા માટે હવે જ્યારે ટ્રાફિક પોલિસ તમારી પાસે ડોકયુમેંટ માંગે તો મોબાઇલ માંથી ઇલેક્ટ્રોનીક ડોકયુમેંટની કોપી બતાવી શકો છો અને દંડ ભરવાથી બચી શકો છો.

તમારા ઇલેક્ટ્રોનીક ડોકયુમેંટને તમે ઓનલાઇન ડાઉનલોડ કરીને મોબાઇલ માં રાખી શકો છો. હવે જ્યારે બહાર નીકળો ત્યારે મોબાઇલ સાથે રાખવો જરૂરી છે અને તે મોબાઇલમાં તમારા ગાડીના તમામ ડોકયુમેંટની ઇલેક્ટ્રોનીક કોપી હોવી જરૂરી છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

સ્ત્રોત : premnopassword

Leave a comment