મોબાઈલ ટેરીફ અને ડેટા પ્લાનમાં 40% નો ધરખમ વધારો !! હવે તો લુંટાવાનુ શરુ

ke 2
એજીઆર પેટે સરકારને હજાર કરોડ રૂપિયા ચુકવવાની સમસ્યાનો સામનો કરી રહેલી મોબાઇલ ઓપરેટર કંપની વોડાફોન આઈડિયા, એરટેલ અને રિલાયન્સ જિયોએ ટેરિફમાં ( 40 ટકા જેટલો તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. વોડાફોન આઈડિયા લિમિટેડે મંગળવાર થી અમલમાં આવે એ રીતે મોબાઇલ સેવા અને ડેટા દર માં વધારો કર્યો છે અને રવિવારે કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ વધારો 42 ટકા સુધીનો છે. રિલાયન્સ જિયોએ રવિવારે જાહેરાત કરી હતી કે 6 ડિસેમ્બર થી એના નવા વોઈસ અને ડેટા ટેરીફ અમલમાં આવશે અને આ વધારો 40 ટકા જેટલો રહેશે. એરટેલે જણાવ્યું હતું કે મંગળવાર થી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં 41 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વોડાફોન આઇડિયા વોડાફોન સિવાય બીજા નેટવર્ક પર કરવામાં આવતા ફોન માટે પ્રતિ મિનિટ 4 પૈસાનો ચાર્જ પણ લેશે. આવી આઉટગોઈંગ ચાર્જ રિલાયન્સ જિયોએ લેવા ની શરૂઆત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે હાલમાં જે અનલિમિટેડ કેટેગરીના પ્લાન છે એને 3 ડિસેમ્બરથી નવા પ્લાન હેઠળ રિપ્લેસ કરી દેવાશે અને માર્કેટ રિસ્પોન્સ ના આધારે નવા પ્લાન મૂકવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે, અનલિમિટેડ કેટેગરી હેઠળ ના પ્લાન માં પ્રોમિસ કરાયેલી સ્પીડ પર સ્મિત ડેટા અને રોજ 100 એસએમએસની મર્યાદા છે. 365 દિવસના અનલિમિટેડ કેટેગરીના પ્લાનમાં સૌથી વધારે 42 ટકા જેટલો મોંઘો થયો છે, પહેલાં એનો દર 1699 રૂપિયા હતો પણ નવો દર 2399 રૂપિયા છે. 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનનો દર 458 રૂપિયાના સ્થાને 599 રૂપિયા છે અને એમાં રોજ 1.5 જીબીની ડેટા ઓફર કરાશે. આમ આ પ્લાનમાં 31 ટકાનો વધારો થયો છે.

વોડાફોન નવા પ્રીપેડ પ્લાન જાહેર

વોડાફોન ના નવા પ્લાન મુજબ કંપની પ્રીપેડ ગ્રાહકો માટે 2 દિવસ. 28 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન ની જાહેરાત કરી છે. જૂના પ્લાનની સરખામણીમાં નવા 2 પ્લાન આશરે 42 ટકા મોંઘાં છે. આ પ્લાન 3 ડિસેમ્બરથી આખા દેશમાં ઉપલબ્ધ થશે.

એરટેલ પ્રતિ દિન રૂ. 2.85 નો વધારો

એરટેલે મંગળવાર થી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં દીવસે 50 પૈસાથી 2.85 રૂપિયા વધારો કર્યો છે. કંપનીએ 2 દિવસ, 28 દિવસ 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી ધરાવતા નવા અનલિમિટેડ પ્લાન પણ શરૂ કર્યા છે. કુલ વધારો આશરે 41.14 ટકા જેટલો રહેશે.

જિયો : ના ઓલ ઇન વન પ્લાન

રિલાયન્સ જિયોએ રવિવારે જાહેરાત કરી હતી કે 6 ડિસેમ્બરથી એના નવા વોઈસ અને ડેટા ટેરીફ અમલમાં આવશે અને આ વધારો 40 ટકા જેટલો રહેશે. ગ્રાહકોને નવા પ્લાન હેઠળ 300 ટકા વધારે લાભ આપવામાં આવશે. જિયો ઓલ ઈન વન અનલિમિટેડ વોઈસ અને ડેટા પ્લાન શરૂ કરશે.

Leave a comment