સવારે કસરત અને ચાલવાની સાથે સાથે પીવો આ એક જાદુઈ ડ્રીંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો…સાચી રીત નોંધી લો

elisabeth wales Ln5kt0JfTUk unsplash

મોર્નિંગ વોક એ સ્વાસ્થ્ય માટે સારું હોય છે, સવારે વહેલા ઉઠવું એ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને સવારે ચાલવાથી પણ અઢળક ફાયદા થતા હોય છે. આજકાલની અનિયમિત જીવનશૈલીને કારણે ઘણા બધા રોગો જેવા કે જાડાપણું, ડાયાબિટીસ અને હૃદયની પણ અનેક બીમારીઓનો ખતરો વધતો રહે છે. આવામાં સવારે ચાલવાથી અને દોડવાથી તમારું ફક્ત વજન જ ઘટે છે એવું નથી તેનાથી તમે આખો દિવસ ફ્રેશ રહી શકો છો. મોર્નિંગ વોક અથવા જોગીંગને તમારે રોજીંદા જીવનમાં અપનાવી લેવું જોઈએ. આની સાથે સાથે આજે અમે તમને એક એવું ડ્રીંક બનાવવાની માહિતી આપીશું જેની મદદથી તમે તમારું વજન એ કસરતની સાથે સાથે ડબલ સ્પીડથી ઘટાડી શકશો.

શું છે એવું આ ડ્રીંકમાં અને કેવીરીતે બનાવશો.

દરરોજ સવાર સવારમાં ખાલી પેટે લીંબુ પાણી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. લીંબુમાં ઔષધીય ગુણોનો ભંડાર હોય છે જે વજનને વધતા રોકે છે જેનાથી તમે સ્લીમ ટ્રીમ બની શકશો. લીંબુ પાણી તમારે ખાંડ ઉમેરીયા વગર પીવાનું છે આનાથી તે સંપૂર્ણ કેલેરી ફ્રી થઇ જશે. ઓછું પાણી પીવાથી શરીરમાં જે ઉર્જા હોય છે એ બળતી નથી અને તે એકત્રિત થવાની શરૂઆત થઇ જાય છે. જો તમે આવું થવા નથી દેવા માંગતા તો તમારે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેટલું તમે વધુ પાણી પીશો એટલો તમારા માટે સારું રહેશે. જો તમે લીંબુ ઉમેરીને પાણી પીવાનું રાખશો તો એ તમારી માટે એ ઘણું વધારે ઉપયોગી રહેશે.દરરોજ સવારે હુંફાળા ગરમ પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી વજન બહુ જલ્દી ઘટી જશે.

સામગ્રી :
લીંબુ ૧ થી ૨ મધ્યમ આકારની,
ખાંડ અથવા તો મધ ૧ થી ૨ ચમચી,
ફુદીનો ૧૫ થી ૨૦ પાન,
આદુ એક નાનો ટુકડો,
સંચળ અડધી ચમચી.

બનાવવાની સરળ રીત :સૌથી પહેલા મધને પાણીમાં ઉમેરો અને લીંબુનો રસ પણ તેમાં ઉમેરો, ત્યારબાદ ફુદીનાના પાનને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીમાં ધોઈ નાખો અને આદુ પણ છોલીને ધોઈ નાખો પણ ફુદીનો અને આદુને બરાબર પીસી લો. ફુદીનો બરાબર પીસાય તેની માટે થોડું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો પાણી ના લેવું હોય તો મધવાળું પાણી પણ લઇ શકો. હaaવે ઠંડા મધવાળા પાણીમાં ફુદીનો અને આદુ ઉમેરો અને પછી તેમાં સંચળ ઉમેરો પછી આ બનેલ શરબતને ગરણીથી ગાળી લો અને તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી લીંબુ પાણી.

પાચન ક્રિયાને મજબુત બનાવે છે,
જો તમે લીંબુને ઉકાળીને પીવામાં લેશો તો તમારું વજન એ ઘટી જશે અને તમને નબળાઈ પણ નહિ લાગે, લીંબુ એ પેક્ટીન ફાઈબરથી સમૃદ્ધ હોય છે તેના કારણે ભૂખ ઓછી લાગે છે અને તેનાથી વજન પણ ઓછું કરવામાં મદદ મળે છે.

એનર્જી અને ઇમ્યુનિટી પણ વધારે છે. લીંબુ એ એનર્જી વધારવા માટે મદદ કરે છે. તેનો ફક્ત રસ જ નહિ પણ તેની છાલ પણ ઉકાળીને તેની સુગંધ એ એનર્જી આપે છે. આના સિવાય લીંબુમાં વિટામીન સી વધારે માત્રામાં હોય છે તેનાથી ઇમ્યુનિટી પણ મજબુત બને છે.

Leave a comment