700 કરોડના ખર્ચે તથા 1.10 લાખ વ્યક્તિઓની કેપેસિટિ ધરાવતુ વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડીયમ વિશે જાણો

Motera stadium 700 crore

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા નું બાંધકામ લગભગ પૂરું થઇ જવા આવ્યું છે અને બીસીસીઆઇ ના પ્રમુખ સૌરવ ગાંગુલીના અનુસાર માર્ચ 2020 માં એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ સાથે તેનું ભવ્ય ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે. સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાના નિર્માણ માટે 700 કરોડનો જંગી ખર્ચ થયો છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોની કેપેસિટી 1 લાખ 10 હજારની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન (એમસીજી) વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેમાં એક લાખ લોકો મેચના આનંદ માણી શકે છે. 
Motera amdavad
બીસીસીઆઇ ના વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) બાદ ગાંગુલીએ સરદાર પટેલ સ્ટેડિયમ અંગેની માહિતી આપી હતી અને તેના અનુસાર 2020 ના માર્ચમાં તેનું ઉદ્ઘાટન થઇ શકે છે. જોકે એશિયા ઈલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ માટે આઇસીસી મંજૂરી લેવી પડશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્ટેડિયમ નુ ઉદ્ઘાટન થઇ શકે છે.


મોટેરા સ્ટેડિયમ ની રસપ્રદ બાબત


મોટેરામાં તૈયાર થયેલું સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા 50 કેમેરા, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ તથા 75 કોર્પોરેટ બોક્સ રહેશે. ભારતની સૌથી પહેલી ઇન્ડોર એકેડેમી પણ આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ રહેશે, જાન્યુઆરી 2017 માં મોટેરા ની ઝીરો લેવલ કરીને નવેસરથી નવી ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન છે. ગ્રાઉન્ડ માં હવે એલઇડી લાઈટ્સ લગાવવામાં આવી છે. નવા સ્ટેડિયમને ભૂકંપની કોઇ અસર થશે નહીં.


4,000 કાર, 10,000 ટુ-વ્હીલરનુ પાર્કિંગની સુુવિધા


સ્ટેડિયમમાં કાર તથા ટુ-વ્હીલરના પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચાર હજાર કાર તથા 10 હજાર ટુ-વ્હીલર વાહનોનું પાર્કિંગ થઇ શકશે. સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર જવાની પણ અલગ વ્યવસ્થા કરાઇ છે. સ્ટેડિયમ નું સ્ટ્રક્ચર એવું છે કે જ્યારે કોઈ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેઠેલો પ્રત્યેક સમર્થક બાઉન્ડ્રીને આસાનીથી નિહાળી શકશે.
motera stadium match


મોટેરા રેકોર્ડ બુક


સ્ટેડિયમમાં ઘણી ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક મેચ રમાઇ ચૂકી છે અને કેટલાક રેકોર્ડ પણ સર્જાયા છે, 1982 માં ગાવસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા, કપિલ દેવે આ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સર રિચાર્ડ હેડલી સર્વાધિક ટેસ્ટ વિકેટ નો રેકોર્ડ તોડ્યો હતો. તેંડુલકરે કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. 2011 ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.

Leave a comment